સોશિયલ મીડિયાપહેલાના સમયમાં આપણી જીવન જરૂરિયાતની ત્રણ વસ્તુ હતી.તે છે રોટી કપડાં અને મકાન. આજના આધુનિક જીવનમાં યુવાનો માટે જીવન જરૂરિયાત ની વસ્તુ ચાર છે રોટી કપડાં મકાન અને સ્માર્ટફોન, તથા સ્માર્ટફોન માં પણ સોશિયલ મીડિયા.આજના મારા અને તમારા જેવા ઊભરતા યુવાનોનું વિભિન્ન અંગ.હવે વાત થોડા દિવસ પહેલાંની છે એક છોકરો હતો.જે આખો દિવસ સોશિયલ મીડિયામાં રચ્યો પચ્યો રહેતો.લોકોની પોસ્ટ જોતો,તેમાં પોતાના વિચારો મૂકતો,પોતાના ફોટોસ  મૂકતો અને લાઇક અને કોમેન્ટ માટે એકબીજા સાથે ઝઘડતો.તે દિવસે તેની મમ્મી નો જન્મદિવસ હતો.તેને રાત્રે યાદ હતું કે કાલે તેની મમ્મી નો જન્મદિવસ છે.રાત્રે બારેક વાગ્યાની આસપાસ તે તેની મમ્મી અને તેના પપ્પાની સાથે બેઠો હતો.બાર વાગ્યા એટલે તેણે મોબાઈલ કાઢ્યો અને તેની મમ્મી નો એક સારો એવો ફોટો સોશિયલ મીડિયામાં હેપી બર્થડે લખીને મૂકી દીધો.તેના પપ્પા જે તેની સામે બેઠા હતા.તેમણે તેની મમ્મી ને જન્મદિવસની શુભકામના આપી.બીજા દિવસે તે સવારથી રોજબરોજ ના કામમાં વ્યસ્ત થઈ ગયો.તેણે સોશિયલ મીડિયા માં તેની મમ્મી ને હેપ્પી બર્થડે કહ્યું. તેની મમ્મીને તો સોશિયલ મીડિયા શું છે તે પણ નહોતી ખબર.તે દિવસે તેના મમ્મી ના હેપ્પી બર્થડે વાળા ફોટામાં ઘણી લાઇકસ અને કોમેન્ટ આવી.તે ખૂબ ખુશ થયો.

તે આખો દિવસ પૂરો થતાં તે ફોટામાં 500 લાઇક અને 50 એક કોમેન્ટ આવી હતી. પણ તેણે અત્યાર સુધીમાં એકવાર પણ તેની મમ્મી ને પોતાની સામે બેસાડીને અથવા તેના પોતાના મોં થી જન્મદિવસની શુભકામના નહોતી આપી.જો કે તેની મમ્મી ને તેનો રંજ નહોતો.એમ પણ જીવનમાં જ્યારે એક સ્ત્રી પત્ની,માતા,બહેન જેવી ઉત્તમ પદવી સ્વીકારી લે પછી તેને ઘણી વસ્તુઓ નો રંજ નથી રહેતો.

કદાચ તેની મમ્મી ને ખબર જ નહીં હોય કે આજની આધુનિક દુનિયામાં આવી રીતે જ જન્મદિવસની શુભકામના અપાય છે.આ વાત પરથી તો આમ એક વસ્તુ સાબિત થાય છે કે અત્યારના જીવનમાં આપણી સામે ઉભેલા માણસની કોઈને પડી નથી પણ જો તે માણસ તેને ક્યાંક સોશિયલ મીડિયામાં દેખાસે તો લોકો તરતજ તેની નજીક જવાની કોશિષ કરશે.

થોડા દિવસ પહેલા એક જાણીતા એક્ટર મૃત્યુ પામ્યા અને ત્યારે તેટલું ખરાબ બન્યું કે આપણાં કેટલાક જવાનો પણ બૉર્ડર પર શહીદ થયા.ત્યારે અમુક લોકોએ તે એક્ટરનો ફોટો સોશિયલ મીડિયા પર મૂકીને RIP લખીને મૂક્યું હતું.જ્યારે અમુક લોકો એ આપણાં શહીદો ના ફોટા મૂકીને RIP લખીને મૂક્યું હતું.તો કેટલાક લોકો તેની વિરુદ્ધ માં હતા કે વધુ લોકો હીરો અને હિરોઈન ના ફોટોસ કેમ મૂકે છે શહીદોના કેમ નથી મૂકતાં.હું પણ આ બાબતે વિચારતો હતો કે આ બંને જણા ફોટા જ કેમ મૂકે છે શું હું ફોટો મુકીશ અને નીચે RIP લખીશ તો જ એમ માનવામાં આવશે કે મને તે બંને ના મૃત્યુથી દુખ થયું છે.જ્યારે કોઈ સૈનિક શહીદ થાય ત્યારે પણ આપણને તેટલુંજ દુખ થાય છે જ્યારે કોઈ એક્ટર મૃત્યુ પામે ત્યારે થાય છે.તો પછી આપણે બંને ના ફોટા મૂકીને નીચે RIP લખીને કોને અને કેમ બતાવીએ છીએ કે અમને ખરેખર તેમના મૃત્યુનું દુખ છે. જેમના માટે આપણે આ બધુ કરીએ છીએ તે તો હવે રહ્યા નથી તો પછી આ બધુ કેમ? દુખ ને સૌની સામે દર્શાવવું અને લોકો ને કહેવું જરૂરી છે કે અમે પણ દુખી છીએ.હકીકતમાં તો તે બંને આપણાં માટે ખૂબ કિંમતી જ હતા.તે બંને સારું જ કામ કરતાં હતા.એક લોકોનું  મનોરંજન કરતાં હતા તો એક આપણી રક્ષા કરતાં હતા.કદાચ આધુનિક દુનિયામાં આપણે તે ભૂલી ગયા છીએ કે આપણાં  મોબાઈલ સ્ક્રીનની બહાર પણ એક સુંદર દુનિયા છે.

 


ટિપ્પણીઓ