ગુલાબનું અભિમાન


રોજ ની જેમ આજે પણ એજ સવાર હતી. સુરજ દાદા હજી આળસ મરડી ને જાગ્યા હતા આછો કેસરી રંગ ફેલાયેલો હતો ચારે દિશા માં અને રોજ ની જેમ દરેક ઝાડ ડગ મગ...ઝોલા ખાતું હતું। આજે હું વાત કરું તમને ફૂલ ની...

બાગ માં બહુ બધાં સુંદર મઝાના ઝાડ હતા। દરેક ઝાડ ને ગુમાન હતું કે તે પેલા ઝાડ કરતા વધુ સુંદર છે। અને એક કહેવત છે કે બાપ એવા દીકરા। ...અને વડ એવા ટેટા તેમ દરેક ઝાડ ને એવું ગુમાન હોય તો તેના ફૂલ ને કેમ નહિ.બસ દરેક ઝાડ પોતપોતાની સુંદરતા સાબિત કરવા માં વય્સ્ત હતા।

તો બીજી બાજુ દરેક ઝાડ ના ફૂલ અંદરો અંદર પોતાની સુંદરતા સાબિત કરવા માં વય્સ્ત હતા। આખા બાગ માં સૌથી સુંદર છોડ તો ગુલાબ નો જ હતો.ગુલાબ તો સૌને પ્રિય અને હજી નવા તાજા ખીલેલા ગુલાબ અને ગુલાબના છોડ ને તે વાત નું અભિમાન કે તે આખા બાગ માં તે સૌથી વધારે સુંદર છે. તેના ફૂલ પણ અંદરો અંદર લડતા રહેતા કે તે કોણ વધારે સુંદર છે. બસ આ દિવસે પણ આ વાત ની રમઝટ ઝામી અને દરેક ફૂલ અંદરો અંદર ઝગડવા લાગ્યા કે હું સૌથી ઉપર ઉગેલું ફૂલ છુ મને આજે કોઈ નહિ લઇ જાય તો બીજા ફૂલ એક બીજા સરખામણી કરતા કે પેલુ ફૂલ નાનું છે,પેલું ફૂલ મોટું છે। પેલા ફુલ નું આયુષ્ય વધારે છે,તો પેલા ફૂલ નું આયુષ્ય બહુજ ઓછું લાગે છે નઈ આ બઘી વાતો માં રમી રહ્યો હતો આખો છોડ અને તેના ફૂલ.

સવાર નો સમય શરૂ થયો અને બાગ માં માણસો ની અવર જવર સારું થઇ થોડીક વાર પછી એક દાદા આવ્યા તેમણે બાગ માં સુંદર મઝા ના ફૂલ જોયા અને છેલ્લે તેમની નઝર ગુલાબ ના છોડ પર પડી અને તેમને તોડવા નું મન થયું અને તે ભગવાન ને મંદિર માં ચડાવા માટે થોડાક નીચેના સુંદર ગુલાબ ચૂંટી ને લઇ ગયા બસ તે ગુલાબ છોડ થી અલગ થયા અને તેમનું ભવિષ્ય નક્કી થઇ ગયું।

થોડીક વાર બાદ એક ફૂલ વહેંચ વાળો આવ્યો તેને ફૂલ ની બહુજ જરૂર હતી। કારણ કે કોઈ ગ્રાહક ને જોઈતા હતા અને તેની પાસે ગુલાબ પતી ગયા હતા તો તે અહીં લેવા આવ્યો અને વચ્ચે રહેલા ગુલાબ લઇ ગયો ઉપર રહેલા ગુલાબ ખુબ હરખાતા હતા કે તે ક્યાંય નહી જાય કારણ કે તેને કોઈ પહોંચી શકશે જ નહિ।...બસ હવે આ અભિમાન પણ હવે તૂટવાનું હતું।

બપોરે પડી અને બાગ માં નવ યુગલ ની જોડી આવી તે ગુલાબ ના છોડ નીચેના બાંકડે બેઠા અને થોડી વાર બાદ નવ યુગલ માંથી છોકરી ની નઝર પેલા સૌથી ઉપર રહેલા ગુલાબ ના ફુલ પર પડી અને તેને મેળવાની જીદ કરી હવે છોકરી ની જીદ તો પુરી કરવી જ પડે અંતે પેલા છોકરા એ તેને ફૂલ કૂદકો મારી ને તોડી આપ્યું છોકરી ખુશ થઈ ગઈ અને થોડી વાર બાદ તે ત્યાંથી ચાલ્યા ગયા અને આખો છોડ ગુલાબ વગર નો થઇ ગયો। ..ગુલાબ નો છોડ ત્યાં સુધી જ સુંદર છે જ્યાં સુધીતેમાં ગુલાબ રહેલા છે ગુલાબ ના છોડ નું તેની સુંદરતા નું અભિમાન નીચે ઉતરી ગયું।

હવે વારો હતો ફૂલ નો,દાદા લઇ ગયા હતા તે ફુલ મંદિર માં ચડાવ્યા બાદ મુરઝાઈ ગયા અને અને સાંજ પડતા કચરાપેટી ની ડોલ માં આવ્યા। ત્યારબાદ વેપારીએ આપેલા ગ્રાહક ના ફુલ પણ મુરઝાઇ ગયા બાદ સીધા કચરાપેટી ની ડોલ માં આવ્યા અને છોકરી ના ફુલ નું પણ છેલ્લે એજ થયું સાંજ પડ્યે મુરઝાઇ ગયેલા ફુલ કચરા સમાન થઇ ગયા અને છેલ્લે ત્રણે એક જ કચરાપેટી માં મળ્યા બાદ ત્રણેય નો એક જ સવાલ "ક્યાં ગઈ આપડી સુંદરતા।"?

આ ફુલ પરથી માણસ ને પણ શીખવા જેવું છે કે સુંદરતા નું અભિમાન વ્યર્થ છે.સુંદરતા શીવાય જ્ઞાન ,ભૌતિક સુખ આ ક્ષણમાત્રા છે તેથી અભિમાન માણસ ને ફૂલ ની જેમ કચરાપેટી માં લઈ જાય છે।

આજ રીતે બીજા લેખ,વાર્તા વાંચતા રહો share કરતા રહો

લેખક:કુલદીપ સોમપુરા

(
વાર્તા ની હાર્ડ કોપી બનાવતા કે કોઈ પણ જગ્યા આ પોતાના નામે રજૂ કરતા પહેલા લેખક ની પરવાનગી લેવી આવશ્યક છે। )


ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ