વસંત ના વધામણાં




આખરે કડકડતી ઠંડી બાદ હવે થોડી થોડી ગરમીનો અહેસાસ કરાવતી આવી ગઈ વસંત ઋતુ આમતો વસંત ઋતુ ને આપણે એક ગૌણ ઋતુ ગણી એ છીએ પણ મારા મતે તો આ એક આલ્હાદક આનંદ આપતી ઋતુ છે.સાથે સાથે મારા જેવા યુવાન લેખકો માટે તો ખાસ કદાચ હું વધુ ઉત્સાહ માં લખી રહ્યો છું. કોઈ વાંધો નથી કારણકે તેમાં કાંઈ ખોટું પણ નથી કારણકે હું યુવા લેખક છું. પણ આપણે વસંત ઋતુની વાત કરતાં તેની સૌ પ્રથમ અસર તો વૃક્ષો ઉપર થાય છે. ચાર મહિનાની ઠંડી ની ઋતુમાં પાનખર નો પ્રકોપ પછી જયારે તમે ફુરસત ના દિવસોમાં સાંજના ચારેક વાગ્યાની આસપાસ જો બગીચામાં એક નાની લટાર મારી હોય તો તમને ખબર પડે કે વસંત ના વધામણાં શું છે?,વસંત જોવા જઈએ તો યુવાનો માટે પ્રેમની,વૃક્ષો માટે ફરી ખિલવાની અને વિધાર્થીવર્ગ માટે ચિંતા ની ઋતુ છે કારણકે જ્યારે હું વિધાર્થી હતો ત્યારે હું તો વસંત માણવા માંથી રહ્યો.યુવાનો માટે કેમ પ્રેમની ઋતુ છે તે તો તમે જાણો જ છો. કારણકે વસંત ઋતુમાં સૌનો પ્રિય વેલેન્ટાઇન્ડે આવે છે.પહેલા તો તે વિચાર મને અવશ્ય આવતો કે વેલેન્ટાઇન્ડે વસંત ઋતુમાં જ કેમ આવે છે બાદ માં મને ખબર પડી કે કદાચ આ બરાબર ઋતુમાં જ આવે છે. કારણકે જો ધોધમાર ચોમાસાની ઋતુમાં જો કોઈ છોકરો કોઈ છોકરીને પ્રપોસ કરે તો કેવું લાગત.તેવી જ રીતે ભરઉનાળા ની ઋતુમાં પરસેવે રેબજેબ કોઈ છોકરીને પ્રપોસ કરે તો કેવું દ્રશ્ય ઊભું થાય તે તો તમે અત્યારે વિચારતાજ હશો. તે છતાં પણ વસંત ઋતુની સાચી મહેરામણ તો ભારત ના ઉત્તર દિશા અને દક્ષિણ દિશાના પ્રદેશોમાં જોવા મળે છે.કેરળ નો મુન્નાર નામનો પ્રદેશ ભારતમાં વસંત ઋતુમાં જોવાલાયક પ્રદેશ છે મુન્નારના ચાના બગીચાની વચ્ચે ના નાના રોડ પર આ ઋતુમાં ટહેલવાની મજા જ કઇંક અલગ છે. તેવીજ રીતે તમિલનાડુ માં આવેલ ઉટી નું બોટનીકલ ગાર્ડન પણ વસંત ઋતુમાં જોવું એક લાહવો છે. કાશ્મીર નું ગુલમર્ગ અને સોનમર્ગ પણ વસંત ઋતુમાં પોતાની સુંદરતા માં વધારો કરે છે. કારણકે બારેમાસ બરફની ચાદર ઢંકાયેલી આ જગ્યામાં વસંત ઋતુમાં સુંદર પાણી ના ધોધ જોવા મળે છે.આવી જ્ રીતે કુલુ મનાલી નું કસોલ પણ ઠંડી કરતાં પણ વસંત ઋતુ માટે બેસ્ટ છે. આ ઉપરાંત ઘણી બધી જગ્યાઓ છે વસંત ને વધાવવા માટે અને મન ને પ્રફુલ્લિત કરવાં માટે. છતાંય જરૂરી નથી કે વસંતના વધામણાં આટલી બધે દૂર જઈને જ થાય. કોઈ પણ નજીકના બગીચા  માં જઈને એક નાનો છોડ કે વૃક્ષ રોપીને અને તે બગીચામાં એક લટાર મારીને પણ વસંત વધાવી શકાય છે. તો દરેક વાંચકો ને મારી તરફ થી હેપ્પી વસંત ઋતુ. તથા દરેક વિધાર્થીમિત્રો ને મારી તરફથી બેસ્ટ ઓફ લક.

"વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો"

 


ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ