એક બંધ મકાનકવન તેની ઑફિસમાં બેઠો હતો આજ દિવસ પણ સામાન્ય હતો ચાર વાગ્યા હતા. ઑફિસમાં એક પ્યુન ચા લઈને આવ્યો તથા સાથે એક કાગળ પણ આવ્યો...તે ટ્રાન્સફર લેટર હતો...કવન જોઈ થોડો નિરાશ થયો કારણકે આ બીજી વખત તેની બદલી કરવા માં આવી હતી હજી તેને નોકરી જોઈન કર્યા ને પણ દોઢ વર્ષ જ થયું હતું. 
તો ફરીથી બધો સામાન શિફ્ટ કરવાની મગજમારી અને નવી જગ્યા પર થોડા દિવસ અતળું પણ લાગતું...તેથી તેની બદલી થી થોડો નિરાશ હતો. કવન એક સીધો સાદો છોકરો જે હંમેશા પોતાનું કામ સમયસર કરતો સાથે હોશિયાર.. અને બહાદુર પણ હતો
અરે આટલી જલ્દીથી કવને કાગળ માં છેલ્લી લાઈન વાંચી તેમાં સોમવાર થી જ નોકરી પર પહોંચવાનું લખ્યું હતું...કવન ઉભો થયો અને તેના થી ઉપરી અધિકારી ના ઑફિસ પાસે ગયો ત્યાં પહોંચીને દરવાજો ખટખટાવ્યો અને અને અંદર પ્રવેશવાની મંજૂરી માંગી..
તે મોટા અધિકારી એ માથું હલાવી ને અંદર પ્રવેશવા કહ્યું. કવન ખુરશીમાં બેઠો અને તેને વાત શરૂ કરી...સર હું મંગળ વાર થઈ નોકરી પર પહોંચી શકુ આજે શનિવાર છે તો હું એક દિવસ માં 
શિફ્ટ નહીં થઈ શકુ….અધિકારીએ વિચાર્યું અને થોડી વાર રહી બોલ્યા માફ કરજો પણ તમારે સોમવારે ત્યાં રિપોર્ટિંગ કરવું પડશે..હા, તમે રહેવાની ચિંતા ના કરતા ત્યાં તમને રહેવા માટે ઘર ની સગવડ કરી આપી છે. તો તમે ત્યાં રહી શકો છો.અત્યારે ત્યાં એક એન્જીનીયર ની અત્યંત જરૂર છે તો તમારે ત્યાં પહોંચવું જ પડશે..
કવન નિરાશ થયો સાથે તે સમજી ગયો કે હવે કોઈ ચારો નથી જવું જ પડશે….
કવન અત્યારે ગાંધીનગર રહેતો હતો અને તેની નોકરી પણ ગાંધીનગર માંજ હતી પણ બદલી થઈ તે ગામ અહીંયા થી 350કિમી દૂર હતું.
તે મનમાં વિચારતો હતો તે આજે જ જરુરી પૂરતો ચીજવસ્તુઓ લઈને નીકળી જશે.
સાંજે છ વાગ્યા નોકરીમાં થી છુટવાનો સમય થયો અને સર્વે ને ગળે મળ્યો કારણકે આજે તેનો આ જગ્યા પર છેલ્લો દિવસ હતો.
ઘરે પહોંચ્યો જરૂરી સામાન લીધો અને એક ટ્રાવેલબેગ માં ભર્યો અને તેની મમ્મીને ફોન કરી સર્વે વાત કરી
તેની મમ્મીએ સર્વે સાંભળ્યું અને કહ્યું અચ્છા બેટા સાચવી ને જજે પણ તારે બદલી ક્યાં ગામ માં થઈ છે?
કવને કાગળ કાઢ્યો અને જોયું તેમાં લખ્યું હતું રામનગર ,ગુજરાત અને મધ્યપ્રદેશ ની બોર્ડર
મમ્મી નો જવાબ આવ્યો અચ્છા, હું અને તારા પપ્પા બે અઠવાડિયામાં તને મળવા આવસું તું શાંતિ થી જજે અને તારું ધ્યાન રાખજે
કવને ફોન મુક્યો અને મોબાઈલ માં ગૂગલ મેપ ની મદદ થી લોકેશન જોયું અને ત્યારે ખબર પડી કે આ બહુ નાનું ગામ છે. અને તે જંગલ વિસ્તાર માં આવેલું છે.
કવન જવા નીકળ્યો અને ઘર ને લોક માર્યું તે બસ બસસ્ટેન્ડ પહોંચ્યો અને બસ ની ઇન્કવાયરી કરી..
બસ ના એક કંડક્ટર એ કીધું અહીં ની કોઈ સીધી બસ નથી તને પંચમહાલ ની કોઈ નજીક ની બસ માં બેસી જાઓ ત્યાંથી તમને આ ગામ જવાનું કોઈ પ્રાઇવેટ સાધન મળી જશે...અહીંયા થી કોઈ બસ નથી કે તે સીધી તે ગામ માં જાય.
કવને ફરી સવાલ પૂછ્યો અહીંયા થી પંચમહાલ ની બસ કેટલા વાગ્યા ની છે?
બસ કંડક્ટરે કહ્યું રાત્રે ૧૦:૦૫ છે.
ઓહકે આપનો આભાર..
હજી બસ ની વાર હતી કવને બહાર જઇ ને જમી લીધું થોડી વાર આમ તેમ આંટા માર્યા ત્યાં બસ નો ટાઈમ થયો બસ આવી અને બસ માં બેસી તે પંચમહાલ જવા નીકળ્યો.
રાત્રે ત્રણ વાગ્યે બસ પંચમહાલ પહોંચી અને બસસ્ટેન્ડ સુમસન હતું થોડી રિક્ષા ઓ હતી..બસ માંથી જે પણ ઉતર્યા એ જલ્દી થઈ પોતપોતાના વિસ્તાર માં જતા રહ્યા ત્યાં ફરી એક વાર આખું બસસ્ટેન્ડ શાંત હતું દૂર કુતરા નો ભસવાનો અવાજ સંભળાતો હતો.નજીક ની હોસ્પીટલ માં થી કોઈ દર્દી જોરથી પીડા ની આહ ભરી રહ્યું હતું...કવન થોડી વાર રહી બસસ્ટેન્ડ ની બહાર આવ્યો એક ચા ની લારી વાળો ખુલ્લો હતો અને બાજુ માં બે ચાર રીક્ષા પડી હતી જેના રિક્ષા ચાલક સુઈ ગયા હતા. કવને ચા ની લારી પાસે જઈ ચા મંગાવી અત્યારે ચા વાળો એકલો હતો બાકી નો રસ્તો સુમસામ લાગી રહ્યો હતો.કવને મન માં વિચાર્યું હું આ ચા વાળા ને જ ગામનું સમનામું પૂછી લેવાનું નક્કી કર્યું.
કવન બોલ્યો અહીંથી રામનગર કેટલું દુર હશે મને કહેશો..
ચા વાળા એ આટલી વખત પછી અત્યારે છેક તેની સામે જોયું તે દુબળો તેનો ચહેરો કરચલીઓ વાળો અને આંખો પીળી લાગતી હતી..તેને કવને જવાબ દેવાના બદલે સામો સવાલ કર્યો..તમે અહીં પહેલી વખત આવ્યા લાગો છો?
હા,હું અહી પહેલી વખત આવ્યો છું.
મને લાગ્યું કારણ કે છેલ્લા પાંચ વર્ષ થી હું અહીંયા જ આ ચાની લારી રાત્રે ચાલવું છું..આજ સુધી મેં કોઈ એ આ સમયે રામનગર નું પૂછતાં નથી જોયા વાત આવી નથી કે કોઈ કોઈ રામનગર આવતું નથી બસ કોઈ આ સમયે નથી આવતું કે નથી કોઈ જતું..
કવને થોડુંક વિચિત્ર લાગ્યું પણ તે તેના કામનું ના હતું તેથી તેને વાત માં બહુ રસ લીધો નહીં.તેને ચા પીધી અને તેના પૈસા આપ્યા અને પાછળ ફરી ને કવન જતો હતો ત્યાં જ પાછળ થી અવાજ આવ્યો અહીંયા થી વીસ કિલોમીટર દુર છે, પણ બને તો સવારે જજો..
કવને પાછળ ફરી ને જોયું અવાજ ચા વાળા નો હતો. તેને ચા વાળા નો આભાર માન્યો અને રીક્ષા વાળા પાસે ગયો.
તેણે રીક્ષાવાળા ની સવારે જાજો ની વાત ધ્યાનમાં ના લીધી અને અત્યારે જ જવાનું નક્કી કર્યું ત્યાં ત્રણ રીક્ષા પડી હતી..તેણે પહેલા રીક્ષા વાળા ને ઉઠાડવાનું નકકી કર્યું પણ રીક્ષાવાળો જાગ્યો જ નહીં એટલે તેણે બીજા રીક્ષા વાળા ને ઉઠાડ્યો તે ઉઠ્યો અને કહયું ક્યાં જવું છે સાહેબ?
રામનગર 
રામનગર અત્યારે તો નહીં જવાયે સવારે જ મેળ પડશે એમ કહીને તે રામનગર નું નામ સાંભળી ને જ સુઈ ગયો.આ બધા અવાજ માં ત્રીજો રીક્ષા વાળો જાગી ગયો હતો તેણે કહ્યું હું ડબલ ભાડું લઇશ અને હું રામનગર ના અંદર જવાના દરવાજે જ ઉતારી દઈશ.
ઠીક છે.
કવને કહ્યું
તો ચાલો બેસી જાઓ...રીક્ષા વાળો બેસી ગયો ને રીક્ષા ચાલુ કરી ત્યાં કવન પણ બેસી ગયો..રસ્તો ૨૦મિનિટ નો હતો ત્યાંથી રીક્ષા વાળા એ વાત ચાલુ કરી ક્યાંથી આવ્યા છો સાહેબ?
ગાંધીનગર થી કવને જવાબ આપ્યો 
મને લાગ્યું આટલી રાત્રે કોઈ અજાણ્યું જ રામનગર માં જઈ શકે 
કવનને રીક્ષા વાળો થોડોક અલગ લાગ્યો તેણે પૂછ્યું એટલે?
આમ તો સાહેબ હું તમને બીવડાવતો નથી પણ એ ગામ તો રાત્રે ૧૦ વાગ્યા નું બંધ થઈ જાય છે કોઈ ઘર માંથી બહાર પણ નથી નીકળતું 
કવને કહ્યું
કેમ?
બધા કે છે કે ત્યાં ભૂત છે
કવન હસવા લાગ્યો..
અરે સાહેબ હસો નહીં મેં પણ એવું સાંભળ્યું છે..
અચ્છા તમે સાંભળ્યું જ છે ને જોયું તો નથી ને એવું કંઈપણ નહોય..આ મન નો વહેમ હોઈ શકે લોકો નો
એ તો રામ જાણે સાહેબ મેં તો આવું સાંભળ્યું એટલે કીધું મારી ફરજ બને છે..બાકી તમારી મરજી 
થોડી વાર થઈ રામનગર આવી ગયું અને તેના દરવાજા આગળ કવન ઉતરી ગયો..કવને ફરી કહ્યું અંદર આવશો હું થોડા વધારે રૂપિયા આપીશ..મારે ચાલી ને જવું પડશે મને ખબર પણ નથી મારે ક્યાં ઘરે જવાનું છે મારે ત્યાં ઘર પણ ગોતવાનું છે
સાહેબ હું આવી તો જાઉં પણ મારે પાછું એકલું જવાનું છે….
મને બીક લાગે..સાહેબ
અચ્છા ઠીક છે..ચલો..
રીક્ષા વાળા ને પૈસા આપીને કવન આગળ ચાલવા લાગ્યો ઘનઘોર જંગલ જેવું ચારેબાજુ અંધારું હતું ફકત એક નાનો રોડ ગામ માં જતો હતો આજુબાજુ ઝાડીઝાખર હતું અને વૃક્ષો….આજુબાજુ શાંત વાતાવરણ માં નાના જીવો નો બોલવાનો અવાજ આવી રહ્યો હતો નીચે સૂકાપત્તા વિખરાયેલા પડ્યા હતા અને પગ પત્તા ને અડવાથી સૂકાપત્તા નો અવાજ આવતો હતો….રસ્તો શાંત હતો એટલે કોઈ પાછળ આવતું હોય એવું લાગ્યું પણ કવને જેવું પાછળ જોયું ત્યારે કોઈ ના હતું….
ધીમા પગલે કવન આગળ વધતો હતો...ત્યાં જ ગામ નો એક બહુ મોટું ઘટાદાર વૃક્ષ આવ્યું જેમાંથી અમુક વિચિત્ર અવાજ આવતા હતા સ્વભાવિક રીતે આ અવાજ પક્ષી ઓના હતા.
કવને મોબાઈલ કાઢ્યો અને જોયું હજી સાડા ચાર વાગ્યા હતા. તેને તેના રહેવા આપેલ ઘર નું એડ્રેસ જે તેના ઉપરી અધિકારી એ
ઈમેલ દ્વારા જણાવ્યું હતું તેને જોયું જેમાં ગામ ની થોડીક બહાર ની બાજુ જ્યાં ગામ ની સીમા નો અંત થતો હોય ત્યાં હતું..તે ગામ ની શેરી વચ્ચે..ચાલતો ચાલતો આગળ વધ્યો અને ગામ ની સીમા નો અંત આવ્યો અને ત્યાં થી અત્યંત નજીક એક બહુ મોટું વૃક્ષ હતું તેની અડી ને જ બહુ મોટું મકાન હતું જેની ઉપર છાપરા હતા.આમ તો ઘર નું બાંધકામ જુના જમાના નું હતું એ સરકારી મકાન હતું એટલે તેને રહેવા આપ્યું હશે તેમ તેને મનોમન વિચાર્યું...તેને અતિશય થાક લાગ્યો હતો..તેને બેગ માંથી તેના ઉપરી અધિકારી એ આપેલી ચાવી કાઢી અને અંદર ગયો તેણે લાઈટ ચાલુ કરવા પોતાનો મોબાઈલ થી નાની ટોર્ચ ચાલુ કરી અને આમ તેમ જોયું ત્યાં મોટો હોલ હતો તેવું લાગ્યું અને પછી બારણાં પાછળ લાઈટ શોધવા માટે ત્યાં ટોર્ચ મારી ત્યાં થી સ્વિચ દબાવી લાઈટ ચાલુ કરી જેવી લાઈટ ચાલુ કરી આખા રૂમ માં અજવાસ ફેલાઈ રૂમ ખરેખર બહુ મોટો હતો તેણે બેગ ટેબલ પર મૂકી અને સોફા હતા ત્યાં સુઈ ગયો લાઈટ ચાલુ જ રાખી કવન ને સોફા પર સુતા ની સાથે ઊંઘ આવી ગઈ….
બીજા દિવસે સવાર પડી તડકો મોઢા સુધી આવ્યો અને કવન જાગી ગયો….કવને મોબાઈલ જોયો 10:00 વાગ્યા હતા આજે રવિવાર હતો...ઓફિસ હજી કાલ થી શરૂ કરવાની હતી….આજે રજા હતી..તે સ્વસ્થ થયો આખું ઘર જોયું રસોડું,બીજો રૂમ,પાછળ બાજુ એક રૂમ જેટલી જગ્યા હતી ત્યાં અને ત્યાર બાદ જંગલ હતું ગીચ ઝાડ હતા..ત્યાં નજીક ઘર ને અડીને એક દીવાલ હતી જ્યાં એક નળ હતો...કવન પાછળ નું બારણું બંધ કરી અંદર ગયો અહીં મોટા રૂમ ની પાસે એક સીડી પણ હતી જ્યાંથી ઉપર જવાતું હતું તે ઉપર ગયો અને ત્યાં બે રૂમ હતા દરવાજા જુના લાકડા ના હતા તેથી બહુજ અવાજ કરતા હતા અને બંને રૂમ માં વિશાળકાય બારી હતી….તે નીચે ઊતર્યા તેને ભૂખ પણ લાગી હતી તેને નિત્યક્રમ પતાવી ને ગામ માં જવાનું વિચાર્યું.
મકાન ને બરોબર લોક કરીને તે ઘર ની બહાર નીકળ્યો તેણે મકાન ન નો જાંપો વાસ્યો અને ગામ તરફ જતો થયો પણ ત્યાં એક વૃદ્ધ માણસ તેને ઘુરી રહ્યો હતો.કવન ને થોડું વિચિત્ર લાગ્યું વૃદ્ધ માણસે કંઈ પૂછ્યું નહીં એટલે તેને પણ આગળ જવાનું નક્કી કર્યુંત્યાં બજાર માં પહોંચ્યો થોડી ઘણી ભીડ હતી ત્યાં ચા પીવા માટે બેઠો અને ત્યાં બીજા વૃદ્ધો પણ બેઠા હતા.ચા આવી કવન ચા પીવા માં વ્યસ્ત હતો ત્યાં પેલા વિચિત્ર લાગતા વૃદ્ધએ બીજા કેટલાક વૃદ્ધ ના કાન માં કંઈક કહ્યું અને તે કવન ની સામે જોઈ અંદરો અંદર વાતો કરવા લાગ્યા. જેની કવનને જાણ હતી પણ તે કઈ બોલી શક્યો નહીં. ચા પીને પૈસા આપી ને તે નીકળતો હતો ત્યાં એક વૃદ્ધ બોલ્યા તમે સામે ના મકાન માં રહો છો?
જી,હાપણ કાલ સુધીતો ત્યાં કોઈ નહોતું તમે ક્યારે આવ્યા
હું કાલ રાત્રે જ આવ્યો મને સરકારે નોકરી દરમ્યાન તે મકાન રહેવા આપ્યું છે.
અચ્છા અફસર છો….અને તમે કહ્યું તમે કાલે રાત્રે ત્યાં રહ્યા હતા..?
હા, કેમ શુ થયું?
ધ્યાન રાખજો તમે તકલીફ માં મુકાઈ શકો છો ભાઈ તે ઘર માં તો ભૂત છે...
કવન મન માં જ હસતો હતો..અને બોલ્યો તમે કેવી રીતે કહી શકો ત્યાં ભૂત છે. તમે જોયું છે
વૃદ્ધ દાદા બોલ્યા" ના,મેં જોયું નથી પણ અમે અનુભવેલું છે."
"
એટલે કેવી રીતે?" કવને વાત માં રસ લઈને પૂછ્યું.
રાત્રે ૧૦ વાગ્યા પછી ત્યાં ઘર માંથી વિચિત્ર અવાજ આવે છે.
"
જેવી રીતે કોઈ ભૂત તેના તીક્ષ્ણ નખ થી કોઈ વસ્તુ ને તોડી રહ્યો હોય અને બારણાં જોર જોર થી પછડાય છે.અને એક સ્ત્રી (છોકરી) ને કાળા કપડાં માં તે ઘર ની પાછળ જતા જોઈ હતી અને ત્યાં થી ગાયબ થઈ ગઈ, આ ઉપરાંત પાણી ના નળ રાત્રે અચાનક જ પાણી પાડવા નું ચાલુ થઈ જાય છે. એટલે જ અમે રાત્રે ૧૦:૦૦ વાગ્યા પછી બહાર નીકળ વાનું જ બંધ કરી દીધું છે.
કવન આ બધું શાંતિ થી સાંભળતો હતો..
વૃદ્ધ દાદા ની વાત પૂરી થયા બાદ કવન ફરીથી બોલ્યો" ભૂત જેવું કશું હોતું જ નથી અને હું ત્યાં કાલે રાત્રે રોકાયો હતો મને કોઈ ભૂત ના દેખાયું.
આ બધો તમારા મન નો વહેમ પણ હોઈ શકે છે."

વૃદ્ધ દાદા એ કહ્યું
"
હું તો સાચું કહું છું બાકી તારી મરજી છતાં પણ જો કોઈ પણ જરૂરિયાત હોય તો ગામ વાળા તારી સાથે છે"

આપનો આભાર કહી કવન ત્યાં થી સીધો ચાલતો ચાલતો તેની ઑફિસ ગયો જે આજ તો બંધ હતી અને ઘર થી નજીક પણ હતી.
તે પાછો ચાલતો ચાલતો તેના ઘરે જતો હતો તેને વૃદ્ધ દાદા ને કહી તો દીધું હતું કે ત્યાં ભૂત નથી પણ થોડોક ડર તો તેને પણ હતો..પણ તેને નક્કી કર્યું કે આજે રાત્રે તે જાગશે અને પોતે જોશે કે આ બધું ક્યાં કારણો સર થઈ રહ્યું છે.
આખો દિવસ આમ જ પસાર થયો રાતના ૧૦:૦૦વાગ્યા અને કવન ચા પીવા બહાર જતો હતો પણ તેને જોયું કે આખું ગામ બંધ થઈ ગયું હતું બધા પોતપોતાના ઘર માં જતા રહ્યા હતા.
કવન મનોમન વિચારતો હતો કે આજ આ ભૂત ને પકડીને જ રહેશે.
તે પાછો ઘર ની અંદર જતો હતો ત્યાં જ કોઈ ઉપર થી આવાજ આવ્યો જેવો પેલા વૃદ્ધ એ કહ્યું હતું કોઈ ના નખ થી ખોતરવાનો અવાજ 
કરરર….કરરર
કવન થોડો ડરી ગયો તે નીચેની સીડી થી ઉપર ચડ્યો અને ઘર માં અંધારું હતું ગામ માં લાઈટ પણ ગઈ હતી.તે ધીમા પગે ઉપર ગયો હજી અવાજ ચાલુ જ હતો.તેના ચહેરા પર ડર અને થોડી બહાદુરી ના ભાવ સાફ દેખાતા હતા.

તે ઉપર ગયો ને છત પરનું દરવાજો ધીમે થી ખોલ્યો.હજી અવાજ આવતો હતો.તે છત પર ગયો અને જોયું ત્યાં કોઈ ના હતું અને તે અવાજ માત્ર ઘર ની નજીક રહેલા વૃક્ષ ની લાંબી ડાળી છત ના નળિયાં ને સાથે અડકવાથી ઘર્ષણ થી પેદા થતો હતો તે સમજી ગયો કે અહીંયા ડરવા જેવું કશું જ નથી ત્યાં જ નીચે જોર થી બારી બારણાં પછાડવાનો અવાજ આવ્યો તે ઝડપ થી નીચે ગયો ત્યાં જમીને જોયું તે હવાનું અથડાતું હતું અને ત્યાં બારી ને કોઈ આધાર નહતો જેથી ખુલ્લી પણ રાખી શકાય અને અથડાય પણ નહીં.બારી પણ વર્ષોથી ખુલ્લી હતી અને બારણાં પણ
તે સીડી પરથી નીચે ઊતર્યો તે પહેલાં જેટલો ડરેલો હવે ના હતો પણ ફરીથી તેનો ડર કાયમ થઈ ગયો જ્યારે તેને નળ નો ચાલુ થવાનો અવાજ સાંભળ્યો. તે ધીમા પગલે ઘર ની પાછળ ની બાજુ જતો હતો.
જ્યારે કવને બારણું ખોલતો હતો ત્યારે અચાનક નળ બંધ થઈ ગયો અને કોઈ ઝાંઝર નો અવાજ કવનને કાને પડ્યો તે ડરી ગયો અને આખું બારણું ખોલ્યું ત્યાં જ કોઈ પાછળ થી દોડ્યું અને કવને તેનો પીછો કર્યો તેણે કાળા કપડાં પહેર્યા હતા અને તે કોઈ સ્ત્રી(છોકરી) હતી જેવું પેલા વૃદ્ધ એ જણાવ્યું હતું. કવને જોર થી તેને ઉભી રહેવા કહ્યું અને થોડીવાર દોડ્યા પછી ઉભી રહી તે કવન તરફ ફરી તેને જોયું કે તે કોઈ આદિવાસી સ્ત્રી હતી
તે એક ધાર્યું બોલવા લાગી માફ કરો સાહેબ મેં કંઈ નથી કર્યું હું તો માત્ર પાણી ભરવા આવી હતી.

પાણી ભરવા કે ગામ વાળા ને ડરાવવા કવન બોલ્યો
એમાં મારો વાંક નથી સાહેબ અમને આ ગામ ની સીમાડે રહીએ છીએ એટલે અમને આ ગામ નું પાણી નહીં આપવા માં આવે એવું કહ્યું હતું અને અમે આમ પણ આદિવાસી છીએ તો ગામ વાળા ભેદ ભાવ કરે છે. તેથી હું રાત્રે પાણી ભરવા નીકળું છુ.
મને થોડા દિવસ પહેલા ખબર પડી કે ગામ વાળા મને ભૂત સમજે છે હું તેમને સાચું જણાવી દેત પણ તો મારી માટે પાણી ની સમસ્યા ઉભી થઇ જાત માટે મેં આ વાત નું રહસ્ય જ રહેવા દીધું.
કવને સમગ્ર વાત સાંભળી તે થોડી વાર વિચારી ને બોલ્યો તમારે હવે દિવસે આવવાની જરૂર નથી હું કાલ સમગ્ર ગામ વાળા ને વાત કરીશ અને પછી તમારે રાત્રે આવવાની જરૂર નહીં પડે.
બીજા દિવસે સવારે કવને બધીજ વાત સરપંચ ને જણાવી અને તેમને બધું જ દેખાડ્યું ઘર ની બાજુ ની લાંબી વૃક્ષ ની ડાળી ઓ કપાવી નાખી જેથી કોઈ અવાજ ને ભૂત ના સમજી લે ગામના સરપંચે કવન નું કહેવું માની ને આદિવાસી લોકો માટે પણ દિવસે પાણી ભરવાની છૂટ આપી અને ગામ માંથી ભૂત જે ક્યારેય હતું જ નહીં તેનો નિકાલ થયોજે ગામ જે પહેલા ૧૦:૦૦ ના ટકોરે બંધ થઈ જતુ..તે હવે...૧૧ કે ૧૨ વાગ્યા સુધી ચાલું રહે છે આદિવાસી ભાઈ બહેનો એ પણ કવન નો આભાર માન્યો….

નોંધ: આ વાર્તા માં દર્શાવેલ સર્વે પાત્ર અને જગ્યા કાલ્પનિક છે તેનું જીવિત ક મૃતક સાથે કોઈ સંબંધ નથી આ વાર્તા નો ઉદ્દેશ કોઈ ને માન હાનિ પહોંચાડવા નો નથી.

જોડણી ની તથા નાની મોટી ભૂલો માફ કરજોઅને આપના પ્રતિભાવ જરૂર થી મોકલજો

કોઈ જગ્યા એ આ વાર્તા પોતાના નામે રજૂ કરતા પહેલા વાર્તા ના લેખક ની પરવાનગી લેવી આવશ્યક છે,જેની નોંધ લેવી
ધન્યવાદ..


ટિપ્પણીઓ