અજાણી મુલાકાત




જરૂરી નથી કે દરેક વાર્તા ની શરૂઆત એક બહુ મોટી હોટલ, ચાની દુકાન,બિઝનેસ મિટિંગ કે સારા એવા કેફે માં થાય કેટલીક અજાણી મુલાકાત પણ જીવન ને સારો એવો વળાંક આપે છે.આ વાર્તા કદાચ કુદરત દ્વારા વર્ણવાયેલી હતી બસ હું લખનાર એક માધ્યમ છું.જો તે દિવસે કવન આળસ માંજ તે ચોપડી લેવા ના ગયો હોત તો આજે આ સુંદર વાર્તા બની જ ના હોત.ઠંડી ઋતુ નો બપોરનો એ દિવસ હતો કવન પોતાના બાઇક પર એક નવી આવેલી નવલકથા લેવા ચોપડીઓ ની દુકાનએ જઈ રહ્યો હતો.આમતો જવાનો તેનો બિલકુલ મૂળ ના હતો પણ આવતા અઠવાડિયા થી તેની જોબ શરૂ થવાની હતી.તો મનોમન તે વિચારતો હતો કે આ બુક તેના પ્રિય લેખક ની બુક છે. જો આ બુક તે અત્યારે નહીં વાંચે તો પાછળથી તેને સમય જ નહીં મળે તો તે આજે જ લઈ આવે અને બે ત્રણ દિવસમાં પુરી બુક વાંચી નાખશે.તે બુકની દુકાન પહોંચ્યો ત્યારે તેણે જોયું કે આજે તો બિલકુલ ભીડ ઓછી છે તો બહુ બધો સમય બચી જશે. તે ગયો અને તે તેની પ્રિય બુક નું નામ કીધું. દુકાનદાર તે બુક નું  નામ સાંભળીને તરતજ બોલ્યો વાહ સાહેબ ખરા સમય પર આવ્યા છો તમે  હજી આજ સવારે ૧૧ વાગ્યે જ આ બુક આવી છે બાકી કોઈ દુકાનમાં આ બુક નહિ મળે કારણકે આ બુકનો સૌથી પહેલી મેં જ મંગાવી છે.કવન મનોમન ખુશ થયો. જો કે કવન ને તેનાથી કોઈ મતલબ ના હતો તેને તો માત્ર બુક લેવી હતી અને અહીંથી ફટાફટ નીકળવું હતું.દુકાનદાર ચોપડી લેવા માટે હજી અંદર જતોજ હતો ત્યાં પાછળથી એક છોકરી આવી અને આવીને તે ભાઈને પોતાની જુના સેમેટર ની બુક આપી અને નવા સેમેસ્ટર ની બુક આપવા કહ્યું દુકાનદાર બંને ની બુક્સ લેવા ગયો.ના તો કવન તે છોકરી ને ઓળખતો હતો.ના તો તે છોકરી કવનને ઓળખતી હતી.પણ છતાંય તે બંને એ એક વખત તો એક બીજાને જોઈ લીધું કે ત્યાં કોઈ ઉભું છે.તે છોકરીનું નામ રુચિતા હતું જેની હજી કવન ને ખબર ના હતી.કવને તેની સામે જોયું ત્યારે સૂરજનો તડકો તેના મોં ઉપર સીધો આવી રહ્યો હતો.જેથી તેનું મો લાલ થઈ ગયું હતું જેમ કોઈ અતિશય ધોળા માણસને થાય છે.થોડીવાર બાદ દુકાનદાર બંને ની બુક એક સાથે લઈને આવ્યો અને બંને ની સામે મૂકી દીધી.કવનની બુક તો એક જ હતી તેથી તેને તો તેમાં કશુંજ જોવાનું ના હતું.જ્યારે તે છોકરી પોતાની બધીજ બુક્સ ચેક કરી રહી હતી જેમ કોઈ સ્ત્રી કપડાં લેતી વખતે કરે છે.કદાચ સ્ત્રીઓ ને ટેવ હોય છે દરેક વસ્તુને તાક ઝાક કરીને લેવાની અને સૌથી મોટી વાત દરેક સ્ત્રીઓ ને બીજી મોટી અને સૌથી ખાસ ટેવ હોય છે.દરેક વસ્તુઓનો ભાવ કરવાની અને ગુજરાતી સ્ત્રીઓમાં તો ખાસ લગભગ આજકાલ બધાજ દુકાનદાર હોશિયાર થઈ ગયા છે. તે સમજીને જ ભાવ વધારી દેછે કારણકે તે જાણે છે આ બહેન અવશ્ય ભાવ ઘટાડશે.તે પણ તે જ કરી રહી હતી.ત્યારબાદ જે બન્યું તે એક સુખદ ઘટનાઓ માની એક હતી કવનના જીવનની જેના કારણે અમે મળી શક્યા.કવન અને તેણે બંને એ એક સવાલ દુકાનદારને એક સાથે પૂછ્યો."શું અહીંયા ગુગલ પે થી પૈસા સ્વીકાર્ય છે?"

જયારે તે બંને સાથે બોલ્યા ત્યારે તેણે કવનની સામે જોયું જોકે તેની પ્રતિક્રિયા ગુસ્સા વાળી ના હતી.ના તો તે રમૂજ ના મૂળ માં હતી.દુકાનદારે ના પાડી."પણ પેટીએમ થી સ્વીકાર્ય છે." તેમ કહીને તેણે વાત અધૂરી મૂકી દીધી.હવે વાત કંઈક એમ હતી કે કવન ખુશ હતો કારણકે તે પેટીએમ વાપરતો હતો. જયારે તે છોકરી તેનો વપરાશ નહોતી કરતી.કવને દુકાનદાર પાસે પેટીએમ નો નંબર માંગ્યો જ્યારે તેણે દુકાનદારને પૂછ્યું "શું અહીંયા ક્યાંય એટીએમ છે?"

દુકાનદારે નજીક નો એટીએમ બતાવ્યું તે પૈસા ઉપાડવા ગઈ બીજી તરફ કવન પેટીએમ કરી રહ્યો હતો.પણ કવન એક દુવિધા માં મુકાઈ ગયો કારણકે સર્વરડાઉન ના કારણે તેના એકાઉન્ટ માંથી પૈસા કપાઈ ગયા હતા.પણ તે ભાઈ ને પહોંચ્યા નહતા ઉપરથી કંઈક પ્રોબ્લેમ ના કારણે કવનનું પેટીએમ પણ ખુલતું ના હતું. ત્યાંજ તે છોકરી આવી તે એટીએમ માં પૈસા જ નહતા અને બાકીનાં એટીએમ દૂર હતા.તેણે કવને પૂછ્યું" શું તમે મારુ બિલ ચૂકવી દેશો હું તમને ગુગલ પે થી પૈસા મોકલી દઉં.

કવન દુવિધા માં હતો કારણકે બિલ હજી ચૂકવાયું ના હતું.હજી તે તેને જવાબ દેવાનું વિચારી જ રહ્યો હતો કે ત્યાંજ કવન નું પેટીએમ ખુલી ગયું અને બિલ પણ ચૂકવાઈ ગયું.ત્યારબાદ કવને તરત જ તેને જવાબ આપ્યો "હા જરૂર કેટલા ચૂકવવાના છે?"

તેને કિંમત કીધી અને કવને બે મિનિટ ની અંદર બિલ ચૂકવી દીધું.તેણે બુક લઈ લીધી અને તેઓ બંને બહાર આવ્યા. તેણે કવનનો નંબર માંગ્યો. કદાચ આવું પહેલી વાર બની રહ્યું હતું કે જયારે કોઈ છોકરી કવનનો નંબર સામે થી માંગે. કવને તેને નંબર આપ્યો. તે  પૈસા ટ્રાન્સફર કરીજ રહી હતી પણ બેન્ક સર્વર ડાઉન બતાવતું હતું.તેની તકલીફ હું પણ સમજી શકતો હતો.તેણે કવનને બીજા એટીએમ માં જવા કહ્યું તે રીક્ષા માં આવી હતી તેથી કવને તેને તેના બાઇક માં બેસી જવા કહ્યું.

તે બેસી ગઈ અને તે બંને એક એટીએમ પાસે ઉભા રહ્યા.

ત્યાંથી પૈસા લઈને તેણે કવનને પુરા પૈસા ચૂકવી દીધા.તેણે થેંક્યું કહીને આભાર વ્યક્ત કર્યો.

 "અરે કોઈ વાંધો નહીં તમે કોઈ દિવસ મને  મદદ કરી દેજો."

જોકે તે જાણતો હતો કે તે હવે તેને ક્યારેય નથી મળવાની તો પણ એક ફોર્મલિટી પ્રમાણે બોલી રહ્યો હતો.તેણે ના તો કવનનું નામ પૂછ્યું ના તો પાછું વળીને જોયું. કવન આખરે જાણતો હતો કે આખરે તે ક્યારેય નહીં મળે. તો તે નામ પૂછીને પણ શું કરી લેત?

તે પણ ઘરે આવતો રહ્યો.તે વિચારી રહ્યો હતો કે કદાચ તેમની મુલાકાત આટલે સુધીજ સીમિત હશે.

આ વાત ને એક મહિનો ઉપર થઈ ગયો હતો એક દિવસ રવિવારે સાંજે કવન હીંચકા ઉપર બેઠો હતો ત્યારે એક મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું.

"જો તમે તે દિવસે લીધેલી બુક વાંચી લીધી હોય તો શું મને વાંચવા આપશો. મારુ નામ યાચી  છે."

તે દિવસે હું ખૂબ ખુશ હતો.

આજે પણ કવન તેજ હીંચકા માં બેઠો હતો.જ્યારે યાચી તેની માટે ચા બનાવી રહી હતી. તેમના લગ્ન ને ૬ વર્ષ વીતી ગયા હતા.તે જ્યારે પણ કવનથી રિસાઈ જાય છે ત્યારે ત્યારે તે તેને મનાવવા આ વાર્તા સાંભળવે છે.જોકે કવન પોતાને ખૂબ નસીબદાર માને છે કારણકે યાચી બીજી સ્ત્રીઓ કરતા ખૂબ ઓછું રિસાય છે. 

 


ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ