વાસ્કો દ ગામા



ભરબપોરે એક કાચી માટીના આંગણે એક છોકરો બેઠો બેઠો લેશન કરી રહ્યો હતો.તેના પિતા એક વજનદાર થેલો લઈને આવ્યા અને તે તેમની સાઇકલમાં બાંધી રહ્યા હતા.તે ભાઈ એક ફેરીવાળા હતા.આજુબાજુના નાના ગામોમાં જઈને જીવનજરૂરી વસ્તુ વહેંચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

તે ભાઈ પોતાના આંગણમાં ઊભેલી સાઇકલમાં વસ્તુ બાંધવામાં વ્યસ્ત હતા.ત્યાં તેમના લાડકા છોકરાએ તેમને સવાલ કર્યો.

“પપ્પા ભારતની સૌ પ્રથમ શોધ વાસ્કો દ ગામએ  કરી હતી?”

તેના પિતા એ તેણે સહજ ભવે હા પાડી તેના પિતાનું ધ્યાન હજી પણ વસ્તુ બાંધવામાં હતું.

“તો શું તે પહેલા ભારતમાં કોઈ નહોતું રહેતું.”

તેના પિતા એ વ્હાલથી તેની સામે જોયું અને કહ્યું “બેટા ભારત તો પહેલેથી ત્યાંજ હતું,વાસ્કો દ ગામ એ તો યુરોપ થી સીધા ભારત આવવાનો દરિયાઈમાર્ગ શોધ્યો હતો.જે તે વખતે કોઈ કોઈ નહોતું કરી શક્યું.તેથી તેઓ ભારત ને પ્રથમ શોધવા બદલ પ્રચલિત છે.”

છોકરો ઊંડા વિચાર સાથે તેના મોં માંથી એક ચિત્કાર નિકડતો હોય તેમ બોલ્યો “અચ્છા,હું પણ મોટો થઈને તેવું કઈંક શોધીશ જે કોઈએ ના શોધ્યું હોય.”

છોકરાની આવી વાત સાંભડીને તેના પિતા કઇંક આશાઓ બંધતા હોય તેમ તેની સામે હસતાં મુખે જોવા માંડ્યા.

તેના પિતા ખૂબ વિચાર બાદ બોલ્યા.

“બેટા તારા ક્લાસમાં સૌથી સારી સાઇકલ કોની પાસે છે?”

છોકરો ખુશ થઈને બે મિનિટ વિચાર બાદ બોલ્યો ”વિકાસ પાસે,તેની પાસે ખૂબ સુંદર સાઇકલ છે બધાથી નવી.”

છોકરો બોલી રહ્યો હતો ત્યારે તેનો ઉત્સાહ સમાતો નહોતો.તેને મનોમન થયું કે પપ્પા મને પણ કદાચ નવી સાઇકલ અપાવસે આમેય મારી સાઇકલતો સાવ જૂની થઈ ગઈ છે.

“બેટા તારા ક્લાસમાં સૌથી સુંદર બેગ કોની પાસે છે?”

થોડુંક વિચાર્યા બાદ છોકરો બોલ્યો”સુહાસ પાસે પપ્પા.”

“બેટા તારા ક્લાસમાં કોઈ એવું છે જેની પાસે સાઇકલ કે બેગ નથી?”

“હા,મારા ક્લાસ માં એક છોકરો કે વિવેક તેની પાસે સાઇકલ અને બેગ બંને નથી તે તો ચોપડીઓ પણ હાથમાં લાવે છે.”

“તારી પાસે જે બેગ કે સાઇકલ છે તે કેવી છે બેટા?”

“મારી સાઇકલ અને બેગ તો જૂની છે.”

તેના પિતા એ વિનમ્રતાથી તેને કહ્યું “બેટા તારે જો કઈંક શોધવું જ હોય તો તારી પાસે રહેલી વસ્તુ,તારા સારા ગુણને શોધ અને ખરાબ વસ્તુ તને દેખાય તો તેને શોધીને સારી બનાવ.આપણે ખુદજ વાસ્કો દ ગામા ની જેમ ભારત નો રસ્તો શોધવા સક્ષમ છીએ પણ ખરેખર આપણે આપણી મુશ્કેલીઓ શીવાય કઈંજ શોધી નથી શકતા.”

 

લેખક- કુલદીપ સોમપુરા   


ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ